ગોંડા-
ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના કરનૈલગંજ વિસ્તારમાંથી શુક્રવારે કિડનેપ કરાયેલા વેપારીના ૬ વર્ષના દીકરાને એસટીએફએ શનિવારે સવારે ૧૭ કલાક પછી હેમખેમ છોડાવી લીધો છે. પોલીસ અને બદમાશો વચ્ચેની અથડામણમાં બે આરોપીઓના પગમાં ગોળી પણ વાગી છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે, એસટીએફ અને જિલ્લા પોલીસના જાેઈન્ટ ઓપરેશનમાં સવારે સવા સાત વાગ્યે સફળતા મળી હતી. કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. કાનપુર કિડનેપિંગ કેસમાં પોલીસ પર જ આરોપ લાગ્યા હતા.
શનિવારે સવારે સર્વેલન્સ દ્વારા ગોંડામાં જ ભૌરીગંજ રોડ પર અપહરણકર્તાઓની લોકેશન મળી હતી. એસટીએફ અને પોલીસની ટીમે તેનો પીછો કર્યો તો ગાડી એક થાંભલા સાથે અથડાઈ ગઈ. બે અપહરણકર્તા કારમાંથી ઉતરીને ભાગવા લાગ્યા. બન્નેએ પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં અપહરણકર્તાઓને ઝડપી પડાયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગાડીમાંથી અપહરણ થયેલા બાળક સહિત સૂરજ પાંડેય, તેના પત્ની છવિ પાંડેય, રાજ પાંડેય, દીપૂ કશ્યપ અને ઉમેશ યાદવ સહિત ૬ લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પુછપરછ કરાઈ રહી છે. તમામ ગોંડા જિલ્લાના જ રહેવાસી હતા. ઘાયલ બદમાશોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
કરનૈલગંજના ગાડી બજાર મોહલ્લામાં પોલીસ ચોકી પાછળ જ ગુટકાના વેપારી રાજેશ કુમાર ગુપ્તાનું ઘર છે. શુક્રવારે લગભગ ત્રણ વાગ્યે રાજેશના પૌત્ર આરુષ ઉર્ફ નમો ગુપ્તાનું બદમાશોએ અપહરણ કરી લીધુ હતું. મળતી માહિતી પ્રમાણે, સ્વાસ્થ્ય વિભાગનું આઈ કાર્ડ લગાવીને ઘણા લોકો મોહલ્લામાં માસ્ક અને સેનેટાઈઝર વહેંચી રહ્યા હતા. કિડનેપર રાજેશના ઘરે પહોંચ્યા અને કહ્ય્šં કે, નમોને મોકલો, તેને ગાડીમાંથી સેનેટાઈઝર કાઢીને આપી દઈએ. આટલું કહીને બદમાશ બાળકને ગાડીમાં બેસાડીને ફરાર થઈ ગયા.