અમદાવાદ-
ગુજરાતની રૂપાણી સરકારે ગુજસીટોક ય્ેદ્ઘઝ્ર્ર્ંઝ્ર કાયદો દાખલ કર્યો છે. જ્યારે બીજી તરફ (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક રિટ કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે આ કાયદાના કારણે પોલીસને વધુ પડતી સત્તા મળે છે, તેમજ તેની જાેગવાઇઓનું ખોટું અર્થઘટન થવાની શક્યા છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત અરજદારની રજૂઆત છે ક તેની સામે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન પાંચ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી ત્રણ ફરિયાદ એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસના અંતરમાં નોંધવામાં આવી છે. આ ત્રણેય ફરિયાજાે એક જ પ્રકારની બાબતોઅને આરોપોના આધારે છે. ગુજસીટોકને વર્ષ ૨૦૧૫માં રાષ્ટ્રપતિએ મંજૂરી આપી અને ૨૦૧૯ના ગેઝેટમાં તેને પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ કાયદો અમલમાં આવ્યો તેની પહેલાંના ગુનાઓને પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અરજદારની રજૂઆત છે કે આ કાયદામાં પોલીસને અપાર સત્તાઓ અપાઇ છે, જેથી તેના દુરૃપયોગની અને ખોટાં અર્થઘટનની શક્યતાઓ વધી રહી છે. કાયદો અમલમાં આવ્યા પહેલાંના ગુનાઓને તેમાં સમાવવા યોગ્ય નથી. તેથી આ કાયદાની જાેગવાઇઓ રજ થવી જાેઇએ.