અમદાવાદ-
ગુજરાતના એક કુખ્યાત બૂટલેગરને રાજસ્થાની શિરોહી પોલીસે ઝડપી પાડયો છે. મહેસાણા, વડોદરામાં દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો અને દર વખતે પોલીસને ચકમો આપી નાખી જતો બુટલેગર રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. શીરોહી પોલીસે આ બુટલેગરને ઝડપી મહેસાણા એલસીબી અને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, 20 દિવસ પહેલા જ કરજણ ટોલનાકા પાસે પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો, બિયર સહિત 14 લાખનો માલ ઝડપ્યો હતો. મહરાષ્ટ્રથી ટ્રકમાં દારૂનો માલ લોડ કરી, તેને જુઠા બીલો બનાવી તેને અમદાવાદ પહોંચાડવાનો હતો પરંતુ પોલીસને બાતમી મળી જતા પોલીસે ટ્રકની તપાસ કરી બુટલેગરના ઈરાદા પર પાણી ફેરવી વાળ્યું હતું.