ગુજરાતની જીવા દોરી નર્મદા ડેમની જળ સપાટીમાં 22 સેમીનો વધારો

નર્મદા-

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 22 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 23,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 4999.53 MCM લાઈવ સ્ટોરેજ છે.

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. અને, જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમની જળસપાટીમાં હજી પણ વધારો થઇ શકે છે.ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ઓછી છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે. જો કે સારા વરસાદને કારણે રાજ્યના અન્ય ડેમોમાં ભરપુર માત્રામાં નવા નીર આવ્યાં છે એ રાહતના સમાચાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution