લીલાવતી હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ ક્લિનિક શરૂ કરાયું

ગાંધીનગર મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના પ્રમોટર્સ દ્વારા અમદાવાદ ખાતે એક નવું સાહસ લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ, અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદઘાટન કરાયું છે. ૮૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલુ આ ક્લિનિક અદ્યતન તબીબી સાધનોથી સજ્જ છે અને અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની ટીમનો સ્ટાફ ધરાવે છે, તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક સાધનોની વિશાળ શ્રેણી પ્રદાન કરશે. લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસના પ્રમોટર પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતના હોવાથી, અમદાવાદમાં અમારું પ્રથમ ક્લિનિક શરૂ કર્યું છે. અમે આગામી પાંચ વર્ષમાં ભારતના મોટા શહેરોમાં આવા ૫૦ ક્લિનિક શરૂ કરવાનું આયોજન છે. તેમણે જણાવ્યું હતું કે, આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ (ઓપીડી)માં વિવિધ વિશેષતાઓથી સજ્જ સાત અત્યાધુનિક કન્સલ્ટિંગ રૂમ છે, જે દર્દીઓ માટે સવારે ૯ થી રાત્રીના ૯ વાગ્યા સુધી કાર્યરત રહેશે. ક્લિનિકલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઇસીજી), ઇકો કાર્ડિયોગ્રામ, સ્ટ્રેસ ટેસ્ટ(ટીએમટી), એડવાન્સ એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી) જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક સેવાઓ છે, જેમાં ડે કેર અને માઇનોર પ્રોસિજર રૂમ સેવાઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર પાસે વિવિધ વય જૂથને અનુરૂપ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પેકેજ પણ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution