સંસદમાં ગુજરાતી ક્રિકેટર ફટકાબાજી કરશે, કોંગ્રેસના સૌથી મોટા નેતાને હરાવ્યા

કોલકતા :લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણે બહેરામપુર સીટથી જીત મેળવી છે. જી હા...તૃણમૂલ કોંગ્રેસ વતી ચૂંટણી લડનારા યુસુફ પઠાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. યુસુફ પઠાણ ૨૦૦૭ અને ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યા છે. યુસુફ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂક્યા છે.૪૧ વર્ષીય ગુજરાતી યુસુફ પઠાણ બહેરામપુર સીટ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને બીજેપી નેતા ર્નિમલ કુમાર સાહા સામે ચૂંટણી લડી રહ્યા હતા. યુસુફ પઠાણને ૪,૦૮,૨૪૦ મત મળ્યા હતા. તેમણે છેલ્લી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા અધીર રંજન ચૌધરીને ૫૯,૩૫૧ મતોથી હરાવ્યા હતા. અધીર રંજન ચૌધરીને ૩,૪૮,૮૮૯ વોટ મળ્યા. ભાજપના નેતા લગભગ ૩,૧૨,૮૭૬ મતો સાથે ત્રીજા સ્થાને છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution