ગુજરાતી ખગોળવિદે બ્રહ્માંડ વિષેની જુની સમજણ-માન્યતા બદલી નાખી, શોધ્યો બ્લેક હોલ

અમદાવાદ-

વડોદરાના ખગોળવિજ્ઞાની ડો. કરણ જાનીની ટીમે મોટો એલિયન (બહારનો) બ્લેક હોલ શોધી કાઢયો છે. જાની હવે અમેરિકામાં સ્થાયી થયા છે. 6 અબજ વર્ષ જુના બ્લેક હોલની શોધથી બ્લેક હોલની રચના અંગે ખગોળશાસ્ત્રીના જ્ઞાન અને જાણકારી સામે પડકાર ઉભો થયો છે. જાની અને તેની ટીમે બુધવારે સાંજે આ શોધની જાહેરાત કરી હતી.

અમેરિકાની વેન્ડરબિસ્ટ યુનિવર્સિટીમાં રિસર્ચ પ્રોફેસર તરીકે કામ કરતા જાનીએ જણાવ્યું હતું કે આ શોધખોળથી આપણે જે રીતે બ્રહ્માંડનો અભ્યાસ કરે છે, તેમાં પરિવર્તન આવવા ઉપરાંત તેની સંકુલતા જાણીએ છીએ તે વિષે પણ બદલાવ આવશે. ખગોળવિદ્યામાં અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે તારાઓનો ગુરુત્વાકર્ષણના બળથી નાશના કારણે બ્લેક હોલ રચાયા છે. પરંતુ અમે જે બ્લેક હોલ શોધ્યો છે તેની રચના કોઈ તારાનો વિસ્ફોટ કે તૂટી પડવાથી નથી થઈ. 

આ શોધખોળથી કેટલા બ્લેકહોલ રચાયા છે તેની રોમાંચક શકયતા ખુલ્લી ગઈ છે. જાનીએ જણાવ્યું હતું કે આપણું બ્રહ્માંડ જુદી જુદી રીતે બ્લેકહોલ બનાવી રહ્યું છે અને તારાના જીવનમાં લાપતા ચક્રને સમજવા શક્તિમાન બનીશું. આ શોધની ખગોળવિદ્યાના અભ્યાસ પર પણ અસર થશે. જાનીએ જણાવ્યું હતું કે બ્લેકહોલ સૂર્યના કદથી 100 ગરા નાના અથવા એથી હજારોગણા મોટા હોવાનું આપણે હંમેશ માનતા હતા. પરંતુ વચ્ચેના કદનો આ પ્રથમ બ્લેકહોલ છે, જે સૂર્યના દળ કરતાં 142 ગણો મોટો છે. આ બ્લેકહોલ પૃથ્વીથી 16 અબજ પ્રકાશ વર્ષ દૂર છે અને અવકાશવિજ્ઞાનીઓએ જોયેલા બ્લેકહોલમાં આ સૌથી દૂર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution