અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવી અદ્યતન સુવિધા શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર શરૂ કરાઈ છે. આરોગ્ય મંત્રી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે તેનું લોકાર્પણ કર્યું હતું. નીતિન પટેલે કોમ્યુટરાઇઝ રેડીયોગ્રાફી સિસ્ટમ અને સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાયનું પણ લોકાર્પણ કર્યું છે. જેમાં ઈમરજન્સીમાં આવેલા દર્દીઓને સુવિધા મળશે.
આ પ્રસંગે નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે, રાજયસરકારની માલિકીની ૧૭૯ વર્ષ જૂની સિવિલ હોસ્પિટલ છે. જેમાં સૌથી વધુ પેરામેડીકલ સૌથી વધુ ડોકટરો અને સૌથી વધુ બેડ ધરાવે છે. ૨૦૧૫ના વર્ષમાં તાત્કાલિક સારવાર માટે જે દર્દીઓ આવે તેના માટે ટ્રોમાં સેન્ટર બનાવવામાં આવ્યું હતું. સિવિલમાં જે ટ્રોમાં સેન્ટર શરૂ કરવામાં આવેલું તેનો સદુપયોગ થવા લાગ્યો છે. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ ઓપરેશન થિયેટર વધારવાની જરૂર હોવાનું લાગ્યુ. ત્યારબાદ એક્સ-રે મશીન જેવા સાધનો વધારવાની જરૂર લાગી હતી. સમય જતાં સિવિલમાં પીઆઈયુ દ્વારા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ૨૧ ઓપરેશન થિયેટર લોકર્પણ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વેકસીનને લઈને ડે સીએમ નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં તમામ લોકો સુધી વેક્સિનેશન પહોંચે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારત સરકાર તરફથી ૨૦૨૧ની શરૂઆતમાં જ આનંદના સમાચાર આપ્યા છે. જેથી આજે અથવા કાલ સુધીમાં ઈમરજન્સી વેક્સિનની મજુરી આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા પણ વેકસીનને મજુરી આપવામાં આવશે.
પ્રથમ તબબકકમાં જેમને વેક્સિનેશન આપવામાં આવશે તેમનું લિસ્ટ તૈયાર છે. હાલ રાજ્યમાં ટ્રાયલ બેઝ પર મોક ડ્રિલ તૈયારી પૂર્ણ કરી છે. બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે. નીતિન પટેલે જણાવ્યું કે, વેકસીનના દસ કરોડ યુનિટ તૈયાર છે. હાલ વેક્સીનની કોઈ કિંમત સરકારે નક્કી કરી નથી. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપવા માગું છું કે ગુજરાત સરકાર લોકો માટે વિચારી રહી છે. ગુજરાતના નાગરિકોને કોઈ ખર્ચ કરવા દીધો નથી અને આગળ પણ એવું નહીં થાય. અને જાે વેકસીન આપવાની વાત છે તો જે શક્ય હશે એટલો ખર્ચ સરકાર કરશે.
અમે કોરોનામાં દર્દીઓ પાસેથી પૈસા લીધા નથી. કોરોનામાં સરકારે રૂ.૧૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. નીતિન પટેલે કહ્યું અત્યાર સુધી એક હજાર કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. હજુ પણ ચૂકવણા ચાલુ છે. આરોગ્ય સચિવ ડો. જ્યંતી રવિએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, યુકેમાંથી જે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન આવ્યો છે તેને એરપોર્ટ પર સ્કેનિંગ કર્યા છે. તમામના શંકાસ્પદ લાગતા વ્યક્તિઓના સેમ્પલોને એનઆઈવી પુણે આપણે મોકલ્યા હતા. જેમાંથી ૪ લોકોને પોઝિટીવ આવ્યા છે, અને તેમને સારવાર માટે શહેરની જીફઁમા હાલ દાખલ કરવામાં આવ્યા છે. ૧૫ સેમ્પલ હજુ પેન્ડિંગ છે. ૫ કે ૬ દિવસમાં હજુ રિપોર્ટ આવ્યા છે. અમે જલ્દી રિપોર્ટ આવે તેના માટે મુખ્યમંત્રીની કોર કમિટીમાં પણ આ અંગે ચર્ચા થઈ છે. હાલ ચારેય દર્દીઓને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સરવાર આપવામાં આવશે. આપણી ટીમ દરરોજ તેમનું ચેકીંગ કરી રહ્યું છે. ૭ દિવસમાં તેમના સંપર્કમાં આવેલાઓનો ફરી રિપોર્ટ ચેક કરવામાં આવશે.
રાજ્યના તમામ લોકોને મળશે મફત રસી
સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ લોકોને મફતમાં રસી આપવાનો ર્નિણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના સામેની લડાઈમાં સરકાર સજ્જ છે. તેમણે બ્રિટનના કોરોનાના નવા સ્ટ્રેન અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, બ્રિટનથી આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અને સરકાર નવા સ્ટ્રેન સામે સાવચેત છે.