તરસ્યું થશે ગુજરાત: રાજ્યના 206 જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી બચ્યું

ગાંધીનગર-

ગુજરાતમાં આ વર્ષે ભલે ચોમાસું વહેલા આવ્યું હોય પરંતું આ વર્ષે રાજ્યમાં પામીની બારે કટોકટી સર્જાયેલી છે. તેના પાછળનું કારણ છે કે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીજ નથી. કુલ ૨૦૬ જળાશયો એવા છે કે જેમા માત્ર ૩૬ ટકા પાણી છે. બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં માત્ર ૨૦ ટકા જેટલોજ વરસાદ પડ્યો છે.બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે. તેમા પણ દ્વારકા અમરેલી અને જાફરાબાદમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડ્યો છે. પરંતુ બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો નોંધાયો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થતા ખેતીને મોટું નુકશાન થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો હાલ ચીંતામાં મુકાઈ ગયા છે અને તેઓ કાગડોળે વરસાદની રાહ જાેઈ રહ્યા છે. બીજી તરફ વરસાદ પાછળ ખેંચાવાના કારણે રાજ્યના જળાશયોમાં પણ પાણીનું સ્તર તળીયે આવતું જાય છે.રાજ્યમાં ૧૦૦ ટકા પાણીથી ભરાયેલા જળાશયો માત્ર ૨ રહ્યા છે. જેતી જાે વરસાદ પાછળ ખેચાશે તો પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. ૧૩ જેટલા જળાશયોમાં ૭૦ ટકા પાણી છે જ્યારે ૧૪ જેટલા જળાશયોમાં ૫૦ટકા પાણીજ છે. ૬૨ જેટલા જળાશયોમાં ૨૫ ટકા જેટલું પાણી રહ્યું છે, જ્યારે ૧૧૨ જેટલા જળાશયોમાંતો ૨૫ ટકા કરતા પણ ઓછું પાણી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટના મેયર દ્વારા પણ પાણીની તંગીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં તેમણે આજીડેમમાં પાણી છોડવા કહ્યું હતું નહીતો ઓગસ્ટ મહિનામાં રાજકોટમાં પાણીની અછત સર્જાશે તેવો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution