વડગામ, તા.૧૦
પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે રૂ. ૧૬૬.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગુજરાતના વિશિષ્ટો રેલવે ઓવરબ્રિજનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યુ હતું. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ રેલવે ફાટક હાલમાં દિવસમાં ૫૮ વખત બંધ કરવામાં આવે છે. અહીંથી દિલ્હી-મુંબઇ કોરીડોર પસાર થવાથી માલગાડીઓ માટે ૪ લેન રેલ્વે ટ્રેક બનાવવાની કામગીરી ચાલું છે. જેથી આગામી દિવસોની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ત્રણ બાજુથી અવર-જવર કરી શકાય તેવો ગુજરાતનો વિશિષ્ટ રેલવો ઓવરબ્રિજ બનશે. જેનાથી પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારી શકાશે. આ પ્રસંગે સંસદ સભ્ય પરબત પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કિર્તીસિંહ વાઘેલા, મહેશભાઇ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, પ્ઉપસ્થિત રહ્યાં હતાં.