ગાંધીનગર-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,327 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 9544 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 180 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.રાજ્યમાં કોરોનાથી રિકવર થનાર લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે 9544 દર્દી કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,08,368 દર્દી કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 73.82 ટકા થયો છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,37,794 થઈ છે. જેમાંથી 572 દર્દી વેન્ટીલેટર પર છે અને 1,37,222 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 408368 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે કુલ 7010 દર્દીના મોત થયા છે.