ગુજરાત હાઈકોર્ટે પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી, સહ આરોપીના મંજૂર કર્યા આગોતરા જામીન

અમદાવાદ-

સગીરા પર રેપ અને ગર્ભપાતની ફરિયાદમાં સહ આરોપીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટનું અવલોકન છે કે, સહ આરોપી પીડિતાનો ભાઈ છે અને તે ગર્ભપાત માટે પીડિતા સાથે હોસ્પિટલમાં ગયો હતો. તેણે રેપ ગુજાર્યો નહતો. સહ આરોપીની કેસમાં ગંભીર પ્રકારની ભૂમિકા ન હોવાથી આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. જામનગરની ૧૭ વર્ષીય રેપ પીડિતાના ૨૩ સપ્તાહના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી છે. જાે કે, હાઈકોર્ટ દ્વારા પીડિતાના ગર્ભનો ડીએનએ ટેસ્ટ કરવા સેમ્પલ તપાસ માટે મોકલવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રેપ કેસમાં પીડિતા સગીરા છે અને તેના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી દ્વારા અનેક વખત પીડિતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. જાે ગર્ભપાત ન કરવામાં આવે તો પીડિતાને આર્થિક, સામાજિક અને માનસિક પીડામાંથી પસાર થવું પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, પીડિતા પર સહ કર્મી અને માલિકના દીકરાએ વાંરવાર રેપ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution