અમદાવાદ-
રાજ્યમાં રોડ એક્સીડન્ટમાં ૬૫૬૪ લોકોએ જીવ ગૂમાવ્યો જેમાં હિટ એન્ડ રનમાં ૧૧૦૪ લોકોના મોત થયા હતા. અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતમાં રોડ એક્સીડન્ટની ઘટનાઓ ઓછી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં ૧૯૨૦૫ લોકો, મધ્યપ્રદેશમાં ૧૧૭૪૪, મહારાષ્ટ્રમાં ૧૧૬૫૮ અને કર્ણાટકામાં ૧૧૫૭૩ લોકોએ રોડ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો છે. આ રાજ્યોમાં હિટ એન્ડ રનમાં જીવ ગૂમાવનાર લોકોની સંખ્યા પણ વધુ છે. ઉત્તરપ્રદેશમાં રોડ એક્સીડેન્ટમાં ૧૯૨૦૫ના મોત સામે હિટ એન્ડ રનના બનાવમાં મરનારની સંખ્યા ૧૫૪૮૫ છે. આમ, ઉત્તરપ્રદેશમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં ઉછાળો જાેવા મળ્યો છે.
ગુજરાતમાં રાયોટીંગની ૧૦૮૩ બનાવો બન્યા જેમાં કોમી અને ર્ધામિક અથડામણની ૨૩ ઘટના અને સાંપ્રદાયીક હિંસાની ૧૦ ઘટનાઓ બની હતી. ૨૦૨૦માં રાજ્યમાં રોડ અકસ્માતમાં ૬૫૬૪ લોકોએ જીવ ગૂમાવ્યો જેમાં હિટ એન્ડ રનની ઘટનામાં રાજ્યમાં ૧૧૦૪ લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા કરતાં ચોંકાવનારા આંકડા બહાર આવી રહ્યા છે. ૨૦૨૦માં રાજ્યમાં ૪૮૬ મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની તેમજ એસીડ એટેકની ૮ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગ્દઝ્રઇમ્ (નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો) દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૨૦ના આંકડાના આધારે ઉપરોક્ત વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ૨૦૨૦માં જૂથ અથડામણની ૧૦૮૩ ઘટનાઓમાં ૧૩૮૨ લોકો ભોગ બન્યા જેમાં કોમી, ર્ધામિક અને સાંપ્રદાયીક હિંસાની કુલ ૩૩ ઘટનાઓમાં ૫૦ લોકો ભોગ બન્યા હતા. રાજકીય અને જાતિગત સંઘર્ષની કુલ ૩૦ હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઉપરાંત ખેતી મામલે, વિદ્યાર્થીઓના જૂથ, નાણાંકીય વિવાદ, પાણીનો વિવાદ, જમીન વિવાદ, કૌટુંબીક વિવાદ, આંદોલન અને દુશ્મનાવટને પગલે હિંસાના બનાવો બન્યા હતા. રાજ્યમાં પોલીસ અને સરકારી કર્મચારીઓ પર હિંસાના ૫૦ બનાવો બન્યા હતા. મહિલાઓની સુરક્ષા મામલે વધુ સક્ષમ કાર્યવાહી અને કાયદાકીય જાેગવાઈઓ તૈયાર કરવા રાજ્ય સરકારને વિચારણા કરવી પડે તેવી આંકડાકીય સ્થિતી છે. રાજ્યમાં ૨૦૨૦માં ૪૮૬ મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની જેમાં એસીડ એટેકની ૮ ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. મહિલાઓ પર હુમલાની ૩૦૬ ઘટનાઓ નોંધાઈ ઊપરાંત શારિરીક છેડછાડની ૩૫૮ ઘટનાઓ બની જેમાં ૧૪ ઘટના મહિલાઓના કાર્યસ્થળ પર બની છે.જાહેર ટ્રાન્સપોર્ટના સ્થળે મહિલાઓની છેેડછાડના ત્રણ બનાવ બન્યા છે. મહિલાઓનો પીછો કરીને પજવવાની ૧૧૪ તેમજ ગંદા અને બિભત્સ ઈશારા કરવાની ૧૪ ઘટનાઓ રાજ્યમાં નોંધાઈ છે.