અમદાવાદ-
કોરોનાની મહામારીના કારણે હાઈકોર્ટમાં સુઓમોટોની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી..સરકારના વકીલે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. અને હાઈકોર્ટમાં 54 પાનાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.. સરકારે રજૂ કર્યુ છે કે, મ્યૂકરમાઇકોસિસ અને કોરોના સારવાર અંગે જવાબ રજૂ કર્યો છે. આશરે 65 પેનાના સોગંદનામામાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે. મ્યૂકરમાઇકોસિસ માટેના ઇન્જેક્શનના જથ્થા બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે. અને કહ્યું છે કે, ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપે છે તેટલા જ રાજ્યોમાં મળી રહ્યા છે. હાલ કોરોનાની ગામમાં વધતા ટેસ્ટીંગની સુવિધા પણ વધારી હોવાની રજૂઆત કરી હતી. રસીકરણનું કામ ખુબ સારું અને ઝડપી ચાલી રહ્યું છે ત્યારે નારી સંરક્ષણગૃહ,બાળ સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમમાં કામ કરતા લોકોને રસી આપી છે. આ જવાબને લઈને આગામી સુનાવણી બુધવારે હાથ ધરાશે. ગુજરાત હાઈકોર્ટમાં મ્યૂકર્માઈકોસિસ અને કોરોના સારવાર અંગે HCમાં એફિડેવિટ રજૂ કર્યું, 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો.