કોરોના મહામારી વચ્ચે ગુજરાતને મળી સફળતા, કોરોનાની સારવાર માટે મળી આ નવી દવા

અમદાવાદ-

ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની 'Virafin' દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીએ ઇમરજન્સી ઉપયોગ માટે ઝાયડસની કોરોના દવા વિરાફીનને આપી મંજૂરી. હળવા લક્ષણો માટે ઝાયડસની વિરાફીનનો ઉપયોગ થશે. વિરાફીન પરીક્ષણમાં 91 ટકા સફળ પુરવાર થઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution