ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવા બાબતે ગુજરાત ગેસે કરી આ સ્પષ્ટતા, જાણો વધુ

અમદાવાદ-

સોમવારે સમગ્ર ગુજરાતમાં પાઈન લાઈન વાટે મળતો ગેસ પુરવઠો બંધ રહેશે તેવી માહિતીએ વેગ પકડ્યો છે ત્યારે આ અંગે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે તા. 11 જાન્યુઆરીએ ગેસ સપ્લાય બંધ રહેશે. દહેજમાં ગેસ પાઈપલાઈનનું સમારકામ કરવાનું હોવાનું કારણે ગેસ સપ્લાય બંધ રહેશે. એક દિવસ માટે LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. 11 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી ગેસ સપ્લાય રહેશે બંધ. તા. 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી ગેસનો સપ્લાય બંધ રહેશે. આ માત્ર ચરોતર ગેસ સહકારી મંડળી હેઠળ આવતી પાઇપલાઇનોને લાગું પડશે. ગેસ સપ્લાય બંધ થવાથી અનેક લોકોને અસરો પડશે. જેમ કે વાહનચાલકો, ગૃહિણીઓ, ઔદ્યોગિક ગૃહો, હોટલ, રેસ્ટોરેન્ટને અસર પડશે. ચરોતર વિસ્તારના ગેસ વપરાશકર્તાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી છે. ગેસ પાઇપલાઇન ધરાવતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા ભાગરૂપે ઇન્ડક્શન અથવા ગેસ સગડીની વ્યવસ્થા કરવી પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution