ગાંધીનગર-
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભમાં મુલતવી રાખવાનો કોઈ નિર્દેશ નથી. તેવી સ્પષ્ટતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્ના દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી યોજાનાર ચૂંટણીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે તેમાં ગુજરાતની પેટા ચુંટણીઓનો સમાવેશ થતો નથી.
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની અંતિમ તારીખ 6 મહિના લેખે 14 સપ્ટેમ્બર થાય છે. ગુજરાત ની પેટા ચૂંટણી મુલતવી રાખવા સંદર્ભે અમારી પાસે કોઇ જ સૂચના આવી નથી એવું તેમણે જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યો પક્ષપલટો કર્યો હતો અને જેના કારણે ગુજરાતમાં ફરી એક વાર પેટાચૂંટણી યોજવાનો વારો આવ્યો છે. અમરેલી , લીંબડી, અબડાસા, કરજણ, ધારી, ડાંગ કપરાડામાં પેટાચૂંટણી યોજાનાર છે. ભાજપ અને કોંગ્રેસે તો નિરીક્ષકોની ટીમમાં પણ જે તે મતવિસ્તારમાં મોકલી સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરીને કોને ટિકિટ આપવી તે અંગે પણ ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે.
હાલમાં જે આઠ બેઠકો પર ચૂંટણી મોકૂફ રહી છે તે આઠ બેઠકોમાં, કરજણ (વડોદરા), મોરબી, કપરાડા (વલસાડ), લીંમડી (સુરેન્દ્રનગર), ગઢડા, ડાંગ, ધારી અને અબડાસા (કચ્છ)નો સમાવેશ થાય છે.