ગુજરાત ભાજપને હવે નવા પ્રમુખ મળશે

ગાંધીનગર બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે મળેલી બે દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આજે પૂર્ણ થઈ છે. આજે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો-ઉપપ્રમુખો, નગરપાલિકા - મહાપાલિકાના પ્રમુખો અને મેયરો ઉપસ્થિત રહ્યા હતા. છે. પ્રદેશ કારોબારીની બેઠકમાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી.આર પાટીલે પક્ષના મોવડીમંડળને મોટી રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જે લોકોનું બુથ માઈનસમાં ગયું છે, તેવા લોકોને પક્ષે હોદ્દા આપવા ન જાેઈએ. પાટિલના આ નિવેદનના બાદ રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવી શકે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. કારોબારી બેઠકમાં આજે સી.આર પાટીલે પક્ષના મોવડીમંડળને રજૂઆત કરી હતી કે, પક્ષ દ્વારા નક્કી કરાયું છે કે, ‘એક વ્યક્તિ એક હોદ્દો. તો પક્ષના નિયમને અનુસરી ને મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો. હાલમાં મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. તો પક્ષના ‘એક વ્યક્તિ એક હોદ્દા’ની નીતિ મુજબ મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરીને અન્ય કોઈ વ્યક્તિને સોંપવામાં આવે. મોવડીમંડળને મે વિનંતી કરી છે, પરંતુ પક્ષના કાર્યકર્તાઓને પણ મારી લાગણી પહોંચાડું છું કે, અન્ય કોઈ આગેવાનને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપો. ઉલ્લેખનીય છે કે, સી. આર. પાટિલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પૂરો થઈ ગયો હતો. જાે કે, પક્ષના મોવડી મંડળ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સી. આર. પાટિલને પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત રખાયા હતા. હવે લોકસભાની ચૂંટણીમાં નવસારીથી ચૂંટણી જીત્યા બાદ સી.આર પાટીલને દિલ્હીમાં એટલે કે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. તેથી તેમણે આજે પ્રદેશ કારોબારીની બેઠકમાં પક્ષના મોવડીમંડળને ‘એક વ્યક્તિ એક હોદ્દા’ની નીતિને અનુસરીને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાં મુકત કરવામાં આવે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જળ સંપત્તિ મંત્રી સી. આર. પાટિલે એવું પણ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન જે વ્યક્તિ કે નેતાના બૂથ માઇનસમાં ગયા હોય તેવા વ્યક્તિ કે નેતાને પક્ષમાં હોદ્દો ન આપવો જાેઈએ. કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જળ સંપતિ મંત્રી સી. આર. પાટિલના આવા નિવેદન પરથી એવું લાગી રહ્યું છે, હાલના સંજાેગોમાં ભાજપમાં જે વ્યક્તિઓ બે હોદ્દાઓ ભોગવી રહ્યા છે, તેમની પાસેથી આગામી સમયમાં એક હોદ્દો કે પદ છીનવાઇ જાય તેવી સંભાવના બળવત્તર બની રહી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution