સોમનાથ-
સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ આજે સોમનાથ પહોંચ્યા હતા. જ્યા ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને ફડાકડા પણ ફોડ્યા હતા. પરંતુ દરમિયાન એક ઘટના બની ગઈ હતી. ફટાકડા ફૂટતા દરમિયાન સી.આર.પાટીલની આંખમાં ઇજા થઇ હતી અને આંખને રાહત આપવાની કોશિશ કરી હતી, તેમ છતા તેમને તકલીફ જણાતા તાત્કાલિક આંખના સર્જન પાસે લઇ જવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન ઘાયલ થયા છે. તેમને તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક તરફ ભાજપના જ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું છે ત્યારે બીજી તરફ સી.આર પાટીલ સાથે પણ દૂર્ઘટના ઘટતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.