અમદાવાદ-
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભાજપના વધુ એક દિગ્ગજ નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના ચેપ લાગ્યો છે. કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે નરહરિ અમીને જાતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતે ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરોબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છું. મારો અનુરોધ છે કે, છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાને આઇસોલેટ કરીને તપાસ કરાવે.