ગુજરાત વિધાનસભા પેટા ચુંટણી પરીણામ: 7 બેઠક ઉપર BJP આગળ, કરજણ માં કોંગ્રેસ આગળ

અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની મતગણતરી હાલ ચાલુ છે જેમાં કપરાડા વિધાનસભા બેઠક ઉપર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 2459 મતથી આગળ અને ડાંગ, મોરબી, લીમડીમાં પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યાંના અહેવાલ છે.

વિગતો મુજબ લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 2321 મતથી આગળ છે સાથેજ 8માંથી 7 બેઠકો પર ભાજપ આગળ, જ્યારે કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ હોવાની વિગતો છે. ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે. ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે. 3622 મતોથી અબડાસામાં ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આમ મત ગણતરી સ્થળે મોટી સંખ્યા માં સમર્થકો ઉમટી પડ્યા છે અને બહાર ટોળા વળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution