અમદાવાદ-
રાજ્ય માં હાલ મત ગણતરી ચાલી રહી છે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરીત્યારબાદ ઇવીએમની ગણતરી થઈ રહી છે અને તે પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી એ રીતે આયોજન ચાલી રહ્યું છે મતગણતરી કેન્દ્ર ઉપર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરાઈ રહ્યું છે
. મળી રહેલા અહેવાલો મુજબ હાલ મોરબીમાં પાંચમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અબડાસામાં ચાર રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.
કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી 4426 મતથી આગળ, કોંગ્રેસના બાબુભાઈ વરઠા પાછળ ચાલી રહ્યા છે.
લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 7240 મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે કોંગ્રેસના ચેતન ખાચર પાછળ ચાલી રહ્યા છે. કરજણ બેઠક પર ભાજપના અક્ષર પટેલ 19,125 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર ત્રીજા રાઉન્ડના અંતે બ્રિજેશ મિરજા પાછળ, કોંગ્રેસના જયંતિ પટેલ 777 મતથી આગળ હોવાના અહેવાલો છે.