ગુજરાત પણ યુપીના રસ્તે સુરતમાં યુવતી સાથે આચરવામાં આવી ક્રૂરતા

સુરત-

યુપીના હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાની શાહી ભુંસાઈ નથી, ત્યારે એવામાં સુરતમાંથી આજ પ્રકારની એક ઘટના સામે આવી છે, જ્યાં યુવતી સાથે ક્રુરતા આચરવામાં આવી હોવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, સુરત સિવિલમાં એક બેભાન હાલતમાં એક યુવતીને લાવવામાં આવી છે જેની ઉપર બળાત્કાર થવાની શક્યતાની તપાસ કરાઈ રહી છે. આ યુવતી પર આચરવામાં આવેલી ક્રુરતાની વાત કરીએ તો, યુવતીના હાથ અને પગમાં ફ્રેક્ચર, જાંગ અને હોઠ પર ગંભીર ઈજા તેમજ એક કરતાં વધુ દાંત તૂટેલા હોવા સાથે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા છે અને ખુબજ લોહી વહેતું હોય ફરજ પર હાજર તબીબો ચોંકી ઉઠ્યા છે.

આ અજાણી યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગાંગપુર ફાટક પાસે ગંભીર હાલતમાં પડી હોવાની જાણ સ્ટેશન માસ્ટરને થતાં તેમણે આરપીએફ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ યુવતીને 108 મારફતે સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડી છે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા હોય બળાત્કારની શકયતા પણ વ્યક્ત થઈ રહી છે જે તપાસ બાદ ખબર પડશે. આ મામલે મોડી રાત્રે પલસાણા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અને આરપીએફના જવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. શરીરે સંખ્યાબંધ ફ્રેક્ચર હોવા સાથે યુવતી ની હાલત ગંભીર અને બેભાન હોવાનું જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution