ગાંધીનગર-
ગુજરાતમાં આજે પણ કોરોનાના નવા કેસનો આંકડો 14,000ને પાર નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 173 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 10180 નોંધાઈ છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 418548 થઈ છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 142046 છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 142046 છે. જેમાંથી 613 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 141433 દર્દીની હાલત સ્ટેબલ છે. જો કે અત્યાર સુધીમાં રાજ્યમાં 7183 દર્દી મૃત્યુ પામ્યા છે.