પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 'મોડલ સોલાર વિલેજ'ના અમલીકરણ માટે માર્ગદર્શિકા


મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં 'ઁસ્ સૂર્ય ઘર મફત વીજળી યોજના' શરૂ કરી હતી. હવે સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 'મોડલ સોલાર વિલેજ'ના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (સ્દ્ગઇઈ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે, સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ સૌર ઊર્જાની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ સમુદાયોને ઊર્જાની જરૂરિયાતોમાં આર્ત્મનિભર બનાવવાનો છે.

મંત્રાલયે કહ્યું કે તે માટે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમાં પસંદ કરાયેલા દરેક મોડલ સૌર ગામને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સ્દ્ગઇઈ એ ૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે આયોજન માર્ગદર્શિકા સૂચિત કરી હતી. ગામડાઓની પસંદગી સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાની સમિતિ ગામની પસંદગી કરશે. છ મહિના પછી સ્થાપિત થયેલ એકંદર વિતરિત રિન્યુએબલ એનર્જી ક્ષમતાના આધારે ગામોનું મૂલ્યાંકન કરવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ ગામને સ્પર્ધાત્મક પ્રક્રિયા હેઠળ ધ્યાનમાં લેવાતું મહેસૂલ ગામ હોવું જાેઈએ. તેની વસ્તી ૫,૦૦૦ (અથવા વિશેષ શ્રેણીના રાજ્યો માટે ૨,૦૦૦) કરતાં વધુ હોવી જાેઈએ. આ યોજનાનો અમલ રાજ્ય/યુટી રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જિલ્લા સ્તરીય સમિતિની દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે પસંદ કરેલા ગામોને અસરકારક રીતે સૌર ઉર્જા સમુદાયોમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ દેશભરના અન્ય ગામો માટે મોડેલ તરીકે કામ કરશે.

મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેનો ઈરાદો છતો પર લગાવનાર સોલર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારોને ૩૦૦ યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવે છે. આ સિવાય યોજનામાં સોલર સિસ્ટમ પર સરકાર દ્વારા ₹૩૦૦૦૦ થી લઈને ₹૭૮૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના ૧ કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે. આ યોજનાનો ખર્ચ ૭૫૦૨૧ કરોડ રૂપિયા છે અને તેને ૨૦૨૬-૨૦૨૭ સુધી લાગૂ કરવાનો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution