ધારી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ : 11 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

અમરેલી-

ધારી-બગસરા-ખાંભા વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરનાં રોજ અને મત ગણતરી 10 નવેમ્બરનાં થવાની છે. ત્યારે ચૂંટણીમાં હવે 11 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાનાં દિવસે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પરત ખેંચેલ છે જેમાં ભાજપ-કોંગ્રેસનાં ડમી ઉમેદવાર અને 1 અપક્ષે ઉમેદવારપત્રક પરત ખેંચતા હવે 11 ઉમેદવારો ફાઈનલ થયા છે.

ચૂંટણી વિભાગ ઘ્વારા હવે મતદાન સ્લીપ અને ઈવીએમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો 11 ઉમેદવારો મતદાતાઓને આકર્ષવા માટે ડોર ટુ ડોર પ્રચારાર્થે નીકળી ગયા હોય અને જેમ-જેમ ચૂંટણીનો દિવસ નજીક આવશે તેમ તેમ પ્રચારકાર્ય વેગવંતુ બની જશે અને ગ્રામ્ય વિસ્તારની જનતાને પણ અવનવા આગેવાનોનો પરિચય થશે. ધારી-બગસરા પેટા ચૂંટણીનાં 11 ઉમેદવારોની યાદી 

(1) કાકડીયા જે.વી. -ભાજપા (ર) સુરેશ મનુભાઈ કોટડીયા -કોંગ્રેસ (3) અઘેરા કનુભાઈ સવશીભાઈ - રાષ્ટ્રીય જનચેતના પાર્ટી (4) કપિલભાઈ કાળુભાઈ વેગડા - યુવા જનજાગૃતિ પાર્ટી (પ) ભુપતભાઈ છગનભાઈ ઉનાવા - વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (6) ઈમરાનભાઈ વલીભાઈ પરમાર - અપક્ષ (7) ઠુંમર પિયુષકુમાર બાબુભાઈ - અપક્ષ (8) પ્રવિણભાઈ ગેડિયા - અપક્ષ (9) બાવકુભાઈ અમરૂભાઈ વાળા - અપક્ષ (10) મહેતા નાનાલાલ કાળીદાસ - અપક્ષ (11) માધડ રામજીભાઈ ભીખાભાઈ - અપક્ષ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution