મુંબઈ
નાણાં મંત્રાલયે ૬ જૂન એટલે કે આજે જણાવ્યું છે કે જૂન મહિનામાં જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે અને તે લપસીને ૯૨,૮૪૯ કરોડ રૂપિયા પર આવી ગયો છે. જૂનમાં નવ મહિનામાં આ પહેલીવાર છે જ્યારે જીએસટી કલેકશન ૧ લાખ કરોડથી નીચે લપસી ગયું છે. છેલ્લી વખત સપ્ટેમ્બર ૨૦૨૦ માં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાથી નીચે હતું. સપ્ટેમ્બર ૨૦૨૦ માં જીએસટી કલેક્શન ૯૫,૪૮૦ કરોડ રૂપિયા પર રહ્યા હતો.
નાણાં મંત્રાલયે આપેલી માહિતી અનુસાર કોરોનાની નવી લહેરને કારણે અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. જૂન મહિનામાં કુલ જીએસટીનો કલેક્શન ૯૨૮૪૯ કરોડ રૂપિયા રહ્યો છે. એમાં CGST કલેક્શન ૧૬,૪૨૪ કરોડ, SGST ૨૦,૩૯૭ કરોડ અને IGST ૪૯,૦૭૯ કરોડ થયા છે. IGSTમાં ૨૫,૭૬૨ કરોડ ઇમ્પોર્ટ કરેલા માલ પરના ટેક્સથી આવ્યા છે. જૂન મહિનામાં સેસ કલેક્શન ૬,૯૪૯ કરોડ રહ્યું જેમાંથી ૮૦૯ સેસ ઇમ્પોર્ટ કરેલા માલમાંથી આવ્યો હતો.
નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે જીએસટી કલેક્શનનો આ આંકડો ૫ જૂનથી ૫ જુલાઇ વચ્ચેના સમયગાળો છે કારણ કે મહામારીને કારણે સરકારે ટેક્સપેયર્સને ઘણા કામો માટે રાહતની જાહેરાત કરી હતી. કોસંકટની વચ્ચે સરકારે જૂન મહિનાના તેના વ્યાપારિયોને રિટર્ન ફાઇલિંગમાં ૧૫ દિવસની રાહત આપી હતી જેનું ટર્નઓવર ૫ કરોડથી વધુ હતું.
જણાવી દઈએ કે મે મહિનામાં સરકારનું જીએસટી કલેક્શન ૧ લાખ ૨ હજાર ૭૦૯ કરોડ હતું. આમાં સેન્ટ્રલ જીએસટી ૧૭૫૯૨ કરોડ, સ્ટેટ જીએસટી ૨૨૬૫૩ કરોડ અને ઇન્ટર જીએસટી ૫૩૧૯૯ કરોડ હતા. જ્યારે એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન ૧.૪૧ લાખ કરોડ રૂપિયા હતું, જે દેશમાં જીએસટી લાગુ થયા પછીનો સૌથી મોટો આંકડો છે.