પાક.ના ૭૭મા સ્વતંત્રતા દિન પહેલાં ગ્રેનેડ હુમલો: ૩ મોત


ઇસ્લામાબાદ, તા.૧૪

પાકિસ્તાનના ૭૭મા સ્વતંત્રતા દિવસ પહેલા, શંકાસ્પદ આતંકવાદીઓએ દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન પર કરવામાં આવ્યો હતો. અલગતાવાદી બલૂચ લિબરેશન આર્મી જૂથે હુમલાની જવાબદારી લીધી હતી.

જૂથે દુકાન માલિકોને ધ્વજ ન વેચવા જણાવ્યું હતું અને લોકોને ચેતવણી પણ આપી હતી કે તેઓ ૧૪ ઓગસ્ટ, બુધવારે રજા ન ઉજવે. જ્યારે દુકાનદારો રાજી ન થયા તો તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. સરકારી હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે જણાવ્યું હતું કે હુમલા બાદ હોસ્પિટલમાં છ ઘાયલ અને ત્રણ મૃતદેહો મળ્યા હતા.

અગાઉ, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશના ઉત્તર-પૂર્વમાં એક લશ્કરી એકેડમીમાં આયોજિત એક કાર્યક્રમમાં ટેલિવિઝન ભાષણમાં આતંકવાદને હરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.પાકિસ્તાનના સુક્કુર શહેર અને ખૈબર પખ્તુનખ્વામાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે લડાઈ અને ગોળીબારમાં ૧૦ લોકોના મોત થયા છે. પોલીસે લાશનો કબજાે મેળવી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સુક્કુર શહેરમાં બે પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે તકરાર દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પક્ષના ચાર લોકોના મોત થયા હતા. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ફાયરિંગમાં બીજી બાજુના એક વ્યક્તિનું પણ મોત થયું હતું. ઘણા લોકો ઘાયલ પણ થયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution