દિલ્હી-
દક્ષિણ યુનાનના ક્રેટે દ્વીપ નજીક એક નાવડી ડૂબી જવાના કારણોસર ત્રણ પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય 56 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક યુનાની તટ રક્ષકે જણાવ્યું છે કે પાણીમાં ડૂબી જવાના કારણોસર અન્ય લોકોને શોધવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે આ ઘટનામાં કોઈ લાપતા છે કે નહીં કારણ કે જે લોકોને બચાવવામાં આવ્યા છે તે લોકોની હાલત હજુ એટલી નથી કે તે જણાવી શકે કે નાવડીમાં કેટલા લોકો સવાર હતા આ ઘટનામાં બે બાળકો સહીત એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.