ન્યૂ દિલ્હી
આદિત્ય બિરલા ગ્રુપ કંપની ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ. નો માર્ચ ૨૦૨૧ માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળાના કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૩.૩ ટકા વધીને રૂ. ૨૬૧૬.૬૪ કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને ૨,૩૦૯.૪૧ કરોડનો ચોખ્ખો નફો મળ્યો હતો. સ્ટોક એક્સચેન્જાેને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહારમાં કંપનીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક ૨૬.૧ ટકા વધીને રૂ. ૨૪,૩૯૮.૯૨ કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૯,૩૪૯.૫૪ કરોડ હતી.
ત્રિમાસિક પરિણામ પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે ચોથા ત્રિમાસિક ગાળામાં તેના તમામ વ્યવસાયિક ક્ષેત્રનું સંચાલન અને નાણાકીય પ્રદર્શન મજબૂત રહ્યું હતું. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝનો કુલ ખર્ચ માર્ચ ક્વાર્ટરમાં ૧૫.૭ ટકા વધીને રૂ. ૨૦,૮૮૭.૧૬ કરોડ થયો છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૮,૦૫૩.૪૦ કરોડ હતો.