સુરત-
કોરોના મહામારી વચ્ચે લોકો નિયમો તોડે તો તંત્ર દ્વારા તેમને દંડ કરવામાં આવે છે, અથવા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે પણ રાજકીય આગેવાનોને જાણે કોરોનાની કોઈ ગાઈડ લાઇન લાગતી નથી, ત્યારે અતિયાર સુધી એક જગ્યા પર એકત્ર થઈ અથવા રેલી કાઢી નિયમોની એસી તેસી કરતા જાેવા મળ્યા છે. ત્યારે સુરતમાં ભાજપની એક મહિલા કાર્યકર દ્વારા કોરોના દર્દી જ્યાં મળી આવ્યા તે વિસ્તારને ક્વોરન્ટાઈન કરવા જતા મનપા સ્ટાફ પર હુમલો કરી પોતાની દાદાગીરી બતાવી હતી. આ મહિલા આગેવાને કરેલી દાદાગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
કોરોના મહામારી વચ્ચે સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઇન બનાવામાં આવી છે. જેમાં લોકોએ ફરજીયાત માસ્ક સાતે સોશિયલ ડિસ્ટનનું પાલન કરવાનું હોય છે અને આ નિયમો નહીં પાડનારને તંત્ર દ્વારા દંડ અથવા તો કાયદાકીય કાર્યવાહી કરવા આવતી હોય છે, પણ સુરતમાં કદાચ આ ગાઈડ લાઇન માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડે છે રાજકીય આગેવાનો અને કોઈપણ પાર્ટીને લાગુ નથી પડતી.
આજે તેમના વિસ્તારમાં આવેલ કાન્તા નગર ખાતે એક સાથે પાંચ લોકોના કોરોના પોઝિટિવ આવતા આજે મનપાની ટિમ આ સોસાયટીમાં લોંખડના પતરા મારી કાન્તાનગરને ક્વોરન્ટાઈન કરવા ગયા હતા, ત્યારે સ્થનિક લોકોએ આ બાબતે વિરોધ નોધાવ્યો હતો.
આ હુમલાની જણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ હુમલામાં મનપાના એક કર્મચારીને ઈજા થઈ હતી, જેને પગલે આ મહિલા આગેવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.