વડોદરા, તા.૨૩
વિશ્વવંદનીય પૂ. પ્રમુખસ્વામી મહારાજાન શતાબ્દિ વર્ષ નિમિત્તે તેમના જન્મસ્થળ ચાણસદ ખાતે નવિનીકરણ કરાઈ રહેલા પ્રાસાદિક તળાવની કામગીરી સાથે સંકળાયેલા ૨૦૦ જેટલા શ્રમજીવીઓને અનાજની કિટ અને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વવંદનીય સંતવર્ય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દિ મહોત્સવ તેઓના પ્રાગટય સ્થાન ચાણસદ ખાત આગામી ડિસેમ્બર મહિનામાં ઉજવનાર છે તે અન્વદયે ચાણસદ ગામના પ્રાસાદિક તળાવનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે તે સ્થળે કામ કરતા આશરે ૨૦૦ જેટલા શ્રમિકોને અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા અનાજની કિટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોઠારી પૂ. ભાગ્યસેતુ સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો અને ચાણસદ ગામના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.