ગોવિંદાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પોતાનો અભિપ્રાય ખુલ્લા મને વ્યક્ત કર્યો છે. ગોવિંદાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યું આપ્યો છે અને ફિલ્મ ઉદ્યોગ અને પોતાના સંઘર્ષને પ્રકાશિત કર્યો છે.ગોવિંદાએ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અભિનેતા નિર્મલા દેવી અને અરૂણકુમાર આહુજાના પુત્ર હોવા છતાં સફળતા મેળવવા માટે તેમને ખૂબ જ મહેનત કરવી પડી હતી. ગોવિંદા એક જબરદસ્ત સ્ટાર રહ્યો છે , જેણે પોતાની અભિનય અને ડાન્સથી ઘણા ચાહકોનું દિલ જીત્યુ છે.
ગોવિંદાએ પોતાના સંઘર્ષ વિશે કહ્યું, 'મારી 21 વર્ષની ઉંમરમાં અભિનેતા બનવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવા વચ્ચે 33 વર્ષનો ગાળો હતો. જ્યારે મેં ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારે તે સમયે ઘણા નવા નિર્માતાઓ આવ્યા જેઓ મારા પરિવાર વિશે જાણતા ન હતો. મારે કલાકો સુધી તેમને મળવા માટે રાહ જોવી પડતી હતી.
હું જાણતો હતો કે તે આ પ્રકારની વાતો કેમ કરે છે પરંતુ મેં પોતાના પર અને પોતાની કળા પર તેમની વાતોને હાવી ન થવા દીધુ. હું જાણતો હતો કે રાજ કપૂર જી, જીતેન્દ્ર જી, અમિતાભ બચ્ચન જી, વિનોદ ખન્ના જી અને રાજેશ ખન્ના જી પણ ઘણી વસ્તુઓમાંથી પસાર થયા હતા. આ ઉદ્યોગમાં, તમારી પાસે યોગ્ય નજર હોવી આવશ્યક છે. કાં તો તમે સખત મહેનત કરો છો અથવા લોકો તમારા વિશે શું કહે છે તેના પર ધ્યાન આપો છો.