વાય.એસ.આર્ટસ શ્ કે.એસ. શાહ કોમર્સ કોલેજ, દેવગઢ બારીઆના યજમાન પ શ્રી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીની જુદી જુદી કોલેજાેના ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધેલ હતો. યુનિવર્સિટીની જુદી જુદી કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપકો, ઇન્ચાર્જ અધ્યાપકો, ટીમ મેનેજરો અને કોચ હાજર રહ્યા હતા.આ સ્પર્ધામાં અમારી કોલેજની ખેલાડી બહેનો ખોખરીયા આરતીબેન અને પઠાણ સાનિયાબેને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માટે ક્વોલિફાઇડ કરી કોલેજનું ગૌરવ વધારેલ છે. આ વિજેતા ખેલાડી બહેનોને બારીયા હાયર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી રાજમાતા ઉર્વશી દેવીજી, પૂર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ એવા શ્રીમંત મહારાજા તુષારસિંહજી, સેક્રેટરી વિનુભાઈ મહેતા , આચાર્ય ડૉ.એમ. એન. ગોહિલ તેમજ સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.