દેશના આટલા ગરીબોને ત્રણ મફત સિલિન્ડર યોજના લંબાવવા કેન્દ્રની વિચારણા

દિલ્હી-

 રાંધણગેસના ભાવોમાં છેલ્લા એક માસમાં તોતીંગ ભાવવધારો થયો છે ત્યારે, તેના આંચકામાંથી 8.3 કરોડ બીપીએલ લાભાર્થીઓને બચાવવા માટે ઉજજવલા યોજના હેઠળ ત્રણ મફત સીલીન્ડર આપવાની યોજના લંબાવવા કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે. સબસીડી પર અપાતા રાંધણગેસના સીલીન્ડરમાં જાન્યુઆરી પછી રૂા.125નો તોતીંગ ભાવવધારો થઈ ગયો છે. જાન્યુઆરીમાં રાંધણગેસ સીલીન્ડરનો ભાવ રૂા.694 હતો તે હવે વધીને રૂા.819 થયો છે. ગત મહિનાના મે મહિનાથી રાંધણગેસ સીલીન્ડરમાં રૂા.237.50નો ભાવવધારો થયો છે. સૂત્રો એમ જણાવે છે કે, કોરોનાના અર્થતંત્ર પર આફટરશોક હજુ યથાવત જ છે. કેન્દ્ર સરકાર નવા નાણાં વર્ષમાં પણ વધુ રાહત પેકેજ આપી શકે છે. અગાઉના રાહત પેકેજમાં ઉજજવલા લાભાર્થીઓને ત્રણ મફત સીલીન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા વર્ષના બજેટમાં આવતા બે વર્ષમાં વધુ એક કરોડ ગરીબોને ઉજજવલા યોજનાનો લાભ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. સરકારે આ યોજના માટે ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે અલગ રાહત આપવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને આવા પરીવારની મહિલાઓને નામે સિલિન્ડરમાં સબસીડી આપવાની યોજના છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution