શાળાઓ શરૂ કરવાના સરકારના નિર્ણયનો વાલીમંડળ દ્વારા વિરોધ

વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તા.૧૧મીથી ધો.૧૦ અને ધો.૧૨ના વર્ગો શરૂ કરવાના નિર્ણયનો વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને શાળાઓ ખોલવાનો નિર્ણય જાેખમથી ભરેલું હોવાનું જણાવી વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં નહીં મોકલવાની અપીલ કરવામાં આવી છે. 

વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશને આ અંગે જણાવ્યું છે કે, સરકાર દ્વારા વેક્સિનેશન માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને શાળઓને સેન્ટર તરીકે પસંદ કરવામાં આવી છે એ અરસામાં શાળાઓ ખોલવી અયોગ્ય છે. રાત્રિ કરફયૂ ચાલુ છે તો શાળાઓ શા માટે શરૂ કરવી જાેઈએ? ઓનલાઈન અને ઓફલાઈન ભણતર શાળા કઈ રીતેના મેનેજ કરી શકશે આ માટે તેની પાસે પૂરતો સ્ટાફ અને સાધનસામગ્રી છે ખરી? વાલીઓ જ શા માટે પોતાના બાળક માટે સંમતિપત્ર લખીને આપે? શાળા સંચાલકો અને સરકાર કેમ આ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી. આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે જાે કોઈ બાળક-શિક્ષક કોરોના મહામારીથી સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લેશે? શાળાએ જતા બાળકને કોરોનાનું માનસિક પ્રોબ્લેમ થશે તો જવાબદારી કોની રહેશે? તેવા સવાલો સાથે શાળા શરૂ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution