સરકાર કોરોના મૃત્યુના આંકડા છુપાવે છે: કોંગ્રેસ

સુરત-

કોંગ્રેસની બે અઠવાડીયાની ન્યાય યાત્રા બાદ સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની લાપરવાહીના કારણે ગુજરાતમાં ૨,૮૧,૦૦૦ નાગરિકોએ જીવ ગુમાવ્યાનો સર્વેની વાત મૂકવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે બે અઠવાડીયાની આ યાત્રામાં વીસ હજાર કરતા વધુ પરિવારો ની મુલાકાત લેવામાં આવી છે. કોરોનામાં જે પરિવારોએ સ્વજનને ગુમાવ્યા છે તેઓને ન્યાય આપવા માટેની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં "નમસ્તે ટ્રમ્પ"ના કાર્યક્રમથી ગુજરાત કોરોનાની મહામારી ફેલાઈ હતી. ત્યાર બાદ સુરતમાં "નમસ્તે ભાઉ"ના કાર્યક્રમને કારણે સંક્રમણમાં વધારો થયો છે. મહામારીમાં સરકાર વારંવાર આંકડા છુપાવતી હોવા સાથે મૃતકોના આંકડા પણ છુપાવ્યા છે. સરકાર જેવી રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરીક માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે તેથી હાઇકોર્ટે અવલોકન કરવો પડ્યો છે.અવાજ ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે કોવિડથી મૃત્યુ પામેલા દરેક ઘટના પરિવારને ૪ લાખનું વળતર આપવાની માગણી કરી છે. આ સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીઓના હોસ્પિટલના ખર્ચની ચુકવણી, સરકારની નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોઈથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનને કાયમી નોકરીની માંગણી કરી છે.કોરોનાની મહામારી બાદ કોંગ્રેસની ન્યાય યાત્રામાં બે અઠવાડિયામાં ૨૦૦૦૦થી વધુ પરિવારોની મુલાકાત લીધી હોવાનો દાવો કરાયો છે. જેમાં ગુજરાતના ચાર ઝોનમાં ૨૧૧૧૫ પરિવારોએ આ ન્યાય યાત્રામાં ફોર્મ ભર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution