જૂઓ આ દેશમાં કોરોનાની હાલત વણસતાં ફરી લોકડાઉન જાહેર

પેરિસ-

મુખ્યપ્રધાન એમ્યુનલ મેક્રોને બુધવારે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લીધો છે. હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો ર્નિણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે થતાં મૃત્યુઆંકમાં ઉછાળો આવવાના કારણે આખરે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે દેશને મુક્ત રાખવાનો ર્નિણય બદલવો પડ્યો છે. તેમણે દેશને જણાવ્યું છે કે, જાે આપણે અત્યારે ર્નિણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવવી દઈશું. પેરિસમાં અઠવાડિયા સુધી લોકોની અવર-જવર પર પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી અને દેશના દક્ષિણ ભાગમાં પણ નિયમો લાગુ કરાયા હતા. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો ર્નિણય લેવામાં આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોને કહ્યું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન આખા દેશમાં ૪ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લીધો છે. બુધવારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાનો ર્નિણ લીધો છે. મેક્રોને કહ્યું કે, આ ર્નિણય લેવામાં મોડું થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે કે કડક રીતે આ પ્રકારના ર્નિણય લેવા જરુરી બન્યા છે. ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર આવતા લોકડાઉનનો ર્નિણય લેવામાં આવ્યો છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું છે કે, સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન ૧૦ કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં ૪૬ લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે ૯૫,૫૦૨ લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ડબલ્યુએચઓ મુજબ ૩૧ માર્ચે અહીં એક દિવસમાં ૨૯,૫૭૫ નવા કેસ નોંધાયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution