ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના, સરકાર અને ચૂંટણી પંચ તૈયાર

અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા માટેની શક્યતાઓની સાથે કોવિડની ગાઈડલાઈન અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરીને આવતીકાલે 22 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ શકે છે,જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. 

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતાઓ છે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે અને મતગણતરી એકસાથે કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં પંચાયતો ની ચૂંટણી યોજાશે જેમાં કોવિડ નીપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે .ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો રાજય ચૂંટણી પંચ દ્વારા પણ આ અંગેની સમીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણી પંચે બેઠકો કરી દીધી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેઇસ સિલડ થી માંડીને સેનીટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનીટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.જેના પગલે સેનીટાઇઝર અને માસ્ક ની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે પણ ચૂંટણી પંચ દ્વારા બેઠક કરી ને ચૂંટણી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution