બચ્ચન-કમલ હાસનની પેઢીના કલાકાર પાસેથી ઘણું શીખવા મળ્યુઃ પ્રભાસ

પ્રભાસે ‘કલ્કિ’ના પોતાના ફ્યુચરિસ્ટિક એઆઈ વ્હીકલ બુજ્જીના લાૅંચ પ્રસંગે ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કમલ હસન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યાે હતો. તાજેતરમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મમાં પ્રભાસના પાત્રનું ફ્યુચરિસ્ટિક એઆઈ વ્હિકીલ અને ફિલ્મમાં પ્રભાસના પાત્રનું બેસ્ટ ળેન્ડ ‘બુજ્જી’ લાૅંચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભાસે નાગ અશ્વિન દિગ્દર્શિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કમલ હસન જેવા લિજેન્ડ્રી કલાકારો સાથે કામ કરવાના અનુભવની ઉત્સાહપૂર્વક વાત કરી હતી. પ્રભાસે કહ્યું કે, તેને આ પેઢીના કલાકારો પાસેથી ઘણી પ્રેરણા મળી છે. તેણે કહ્યું કે તે પોતાની જાતને નસીબદાર માને છે કે તેને આવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરવા મળી હતી. આ દિગ્ગજાે સાથે કામ કરીને તેને ઘણુ શીખવા મળ્યું હોવાનું પણ પ્રભાસે જણાવ્યું હતું. પ્રભાસે કહ્યું કે, “‘કલકી ૨૮૯૮ એડી’નો ભાગ બનવા માટે હું અમિતાભ બચ્ચન સર અને કમલ હસન સરનો ખૂબ આભારી છું. હું ડિરેક્ટર નાગી અને પ્રોડ્યુસર અશ્વિની દત્તનો પણ આભારી છું કે મને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી.” આ સ્પીચમાં પ્રભાસે કમલ હસન વિશે વાત કરતાં પોતાની બાળપણની યાદો પણ તાજી કરી હતી. પ્રભાસે કહ્યું કે, તેણે ૧૯૮૩માં ‘સાગરા સંગમ’ જાેઈને પોતાની માતા પાસે કમલ હસન જેવા કપડાંની જિદ કરી હતી. આ સાથે પ્રભાસે દીપિકા પાદુકોણને સૌથી ગોર્જિયસ અને સુંદર સુપરસ્ટાર ગણાવી હતી. જ્યારે કલ્કિની અન્ય કૉ-સ્ટાર દિશા પટણીને તેણે હોટ સ્ટાર ગણાવી હતી. આ પ્રસંગે પ્રભાસે અશ્વિની દત્તના ઇન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષની સફરને પણ બિરદાવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution