ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે: ગુજરાત સરકારનો મહત્વનો કાયદો

ગાંધીનગર-

રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવવાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ગુંડારાજ વિરોધીનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવ થકી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુંડા ગર્દી છોડો અથવા ગુજરાત છોડો. દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે યોજાનારી મંત્રીમંડળની આગામી કેબિનેટ બેઠકમાં વિજય રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે.

રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે. ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે.

રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવવાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે એટલે કે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ગુંડારાજ વિરોધીનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવ થકી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુંડા ગર્દી છોડો અથવા ગુજરાત છોડો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution