લગ્નની સીઝનમાં સોનાની ખરીદીની યોજના બનાવી રહ્યાં છો તો રાહતના સમાચાર


નવીદિલ્હી,તા.૨૪

છેલ્લા ત્રણ સત્ર દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત ૭૪૩૬૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી ઘટી ૭૨૧૧૧ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ રીતે ત્રણ દિવસમાં સોનું ૨૨૫૬ રૂપિયા સસ્તું થઈ ગયું છે.

લગ્નની સીઝનમાં સોનાની ખરીદીની યોજના બનાવી રહ્યાં છો તો તમારા માટે રાહતના સમાચાર છે. હકીકતમાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યા બાદ સોનાની કિંમતમાં ફરી ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ સત્ર દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ગોલ્ડની કિંમત ૭૪૩૬૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી ઘટી ૭૨૧૧૧ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ રીતે ત્રણ દિવસમાં સોનું ૨૨૫૬ રૂપિયા સસ્તું થઈ ગયું છે.

ગુરૂવારના સત્રમાં ગોલ્ડની હાજર કિંમત ૨૩૫૪.૯૫ ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી ગઈ, જે ૭૧ ડોલર કે ૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે સોમવારે તે ૨૪૫૦ના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયું હતું. આ દ્રષ્ટિએ સોનામાં ૩.૯ ટકાનો સુધાર આવ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સોની બજારમાં ગુરૂવારે સોનું ૧૦૫૦ રૂપિયાના ઘટાડા સાથે ૭૩૫૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. પાછલા કારોબારી સત્રમાં ૭૪૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદી ૨૫૦૦ રૂપિયા ઘટી ૯૨૬૦૦ રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ છે. પાછલા કારોબારી સત્રમાં તે ૯૫૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

ૐડ્ઢહ્લઝ્ર સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, ફેડરલ રિઝર્વની મીટિંગની મિનિટોમાં આક્રમક વલણ દર્શાવ્યા બાદ સોનામાં તીવ્ર ઘટાડો થયો હતો. વિગતો દર્શાવે છે કે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓ વ્યાજદરમાં ઘટાડો કરવાની કોઈ ઉતાવળમાં નથી. નોંધનીય છે કે ફેડરલ રિઝર્વે બુધવારે ૩૦ એપ્રિલથી ૧ મે ૨૦૨૪ સુધી આયોજીત ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકે મિનિટ્‌સ જારી કર્યાં.

સમિતિની પ્રત્યેક નિયમિત કરૂપથી નક્કી બેઠકની મિનિટ્‌સ સામાન્ય રીતે નીતિ ર્નિણયના દિવસના ત્રણ સપ્તાહ બાદ પ્રકાશિત કરવામાં આવે છે. બીજી તરફ, યુકે ફુગાવો બુધવારે ૨.૩% ના અપેક્ષિત- કરતાં વધુ મજબૂત વાર્ષિક દરે આવ્યો હતો, જેણે બજારને જૂનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા દરમાં ઘટાડો કરવાની શક્યતાને ઘટાડવાનું પ્રોત્સાહન આપ્યું હતું.

સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લાભ રિટેલ ગ્રાહકોને સીધો મળી શકે છે. શુક્રવારે પણ મેટલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. ભારતીય વાયદા બજારમાં સોનું રૂ.૨૦૦ જેટલું ઘટ્યું હતું. સવારે ૧૦ વાગ્યાની આસપાસ તે રૂ. ૧૦૦થી વધુના ઘટાડા સાથે રૂ.૭૧,૪૬૬ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે તે ૭૧,૫૭૭ પર બંધ રહ્યો હતો.

જાે આપણે આ સમગ્ર સપ્તાહના ઘટાડાને જાેઈએ તો, એમસીએક્સ પર સોનું ૭૪,૩૦૦ના રેકોર્ડ હાઈથી રૂ. ૨૮૦૦થી વધુ ઘટ્યું છે. જાેકે આજે ચાંદીમાં તેજી જાેવા મળી હતી. ચાંદી રૂ.૪૦૦થી વધુ રૂ.૯૦,૮૮૮ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા વેપારમાં તે ૯૦,૪૩૭ પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ગુરુવારે સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં યુએસ સ્પોટ ગોલ્ડમાં ૧૪ ટકાનો વધારો થયો છે અને તે ઇં૨,૪૪૯.૮૯ની વિક્રમી ટોચે પહોંચ્યો છે. પરંતુ યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે અને વધારાના ડરને કારણે આ સપ્તાહે સોનામાં સતત ઘટાડો નોંધાયો છે. ગુરુવારે સ્પોટ ગોલ્ડમાં ૨.૧ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને ઇં૨,૩૨૮.૬૧ પ્રતિ ઔંસ થઈ ગયો હતો.

દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જારી રહ્યો હતો. વૈશ્વિક સ્તરે કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડાની વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. ૧,૦૫૦ ઘટીને રૂ. ૭૩,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્‌સમાં આક્રમક વલણ જાેવા મળતાં સોનામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું ૭૪,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદીનો ભાવ પણ રૂ. ૨,૫૦૦ ઘટીને રૂ. ૯૨,૬૦૦ પ્રતિ કિલો બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. ૯૫,૧૦૦ પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution