લોકસત્તા ડેસ્ક
જો તમે પણ શિમલા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. લગભગ 7 મહિનાના લાંબા સમય પછી 21 ઓક્ટોબર બુધવારથી કાલકા-શિમલા રેલવે ટ્રેક પર ટોય ટ્રેન શરૂ થઈ રહી છે. આ ટોય ટ્રેન 20 ઓક્ટોબરથી કાર્યરત થવાની હતી, પરંતુ ટેક્નિકલ સમસ્યાને કારણે ટ્રેનનું સંચાલન 21 ઓક્ટોબરથી થઈ રહ્યું છે. 1 ડિસેમ્બર 2020 સુધી આ ટ્રેનનું શિડ્યુઅલ રહેશે. કાલકા-શિમલા હેરિટેજ ટ્રેક પર તે સ્પેશિયલ ટ્રેન તરીકે શરૂ થઈ રહી છે.
જાણો ટ્રેનનું શિડ્યુઅલ શું છે?
જો કોઈ મુસાફર શિમલા જવાનું વિચારી રહ્યો છે તો તેને પહેલાં આ ટ્રેનનું શિડ્યુઅલ જાણવું જરૂરી છે. કાલકા-શિમલા સ્પેશિયલ ટ્રેન (ટોય ટ્રેન) કાલકાથી થઈને શિમલા પહોંચશે. એક્સપ્રેસ ટ્રેન (04515) કાલકાથી બપોરે અંદાજે 12.10 વાગે ઉપડશે અને સાંજે 5.4 કલાકે શિમલા પહોંચશે.
ગુરુવારે તે (04516) શિમલા-કાલકા ટ્રેન (Down) શિમલાથી સવારે 10:40 વાગે રવાના થશે, જે બપોરે 2:26 વાગે કાલકા પહોંચશે. રેલવેએ 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવાનું નક્કી કર્યું છે.
ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ખામી હોવાને કારણે મંગળવારે આ ટ્રેનને કેન્સલ કરવામાં આવી હતી. લોકડાઉન બાદ પહેલી વખત આ રૂટ પર ટોય ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન ગુરુવારથી દરરોજ દોડશે.
કાલકા-શિમલા સ્પેશિયલ એક્સપ્રેસ સિસ્ટમમાં સ્લીપર ક્લાસનું ભાડું 163 રૂપિયા અને થર્ડ AC ક્લાસનું ભાડું 512 રૂપિયા રાખવામાં આવ્યું છે. કાલકા-દિલ્હી શતાબ્દી ટ્રેન શરૂ થયા બાદ મુસાફરોની સંખ્યામાં વધારો થયો. આ ટ્રેનમાં મુસાફરી માટે તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકો છો.
કાલકા-શિમલા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરો માટે 2 લક્ઝરી કોચ સહિત કુલ 7 કોચ હશે. ટ્રેનમાં CZ કેટેગરીના 3 કોચ, CZR કેટેગરીનો 1 કોચ, GS કેટેગરીનો 1 કોચ, અને FCZ કેટેગરીના 2 કોચ હશે. કાલકા-શિમલા ટ્રેનમાં ઘણા વિશેષ કોચ લગાવવામાં આવ્યા છે. વાદીમાંથી પસાર થતી આ ટ્રેન ટૂરિસ્ટ/પ્રવાસીઓને વધારે પસંદ છે. કાલકા-શિમલા સ્પેશિયલ ટ્રેનમાં vistadome કોચમાં પણ લગાવવામાં આવ્યા છે. Vistadome કોચ, ટ્રાન્સપરન્ટ ગ્લાસ કોચ છે, જેમાં મુસાફરી કરતા મુસાફરો સરળતાથી બહારનો નજારો જોઈ શકે છે.