પ્લેનના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, ઘટી શકે છે ફ્લાઈટની ટિકિટના ભાવ!


સપ્ટેમ્બરના પહેલા દિવસે જે ફેરફાર થયા છે તેની અસર દેશના લોકો પર પડશે. સામાન્ય લોકો અને એરલાઇન કંપનીઓ માટે મહિનાની પહેલી તારીખે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સતત બે મહિના સુધી જેટ ફ્યુઅલના ભાવમાં વધારો કર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં ઘટાડો જાેવા મળ્યો છે. જે બાદ હવાઈ ભાડું સસ્તું થવાની શક્યતાઓ વધી ગઈ છે એટલે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટ સસ્તી થઈ શકે છે. ત્યારે એવું માનવું છે કે તહેવારોની સિઝનમાં લોકોને સસ્તી હવાઈ મુસાફરીનો લાભ મળી શકે છે.

સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (ર્ંસ્ઝ્ર) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજથી ૧ સપ્ટેમ્બરથી એવિએશન ફ્યુઅલ એટલે કે છ્‌હ્લના દરમાં કિલોલીટર દીઠ ૪,૪૯૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આજથી દિલ્હીમાં છ્‌હ્લનો ભાવ ૪,૪૯૫.૪૮ રૂપિયા સસ્તો થઈને ઘટીને ૯૩,૪૮૦.૨૨ રૂપિયા પ્રતિ કિલોલીટર પર આવી ગયો છે.

અન્ય શહેરોમાં પણ જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો થયો છે. નવીનતમ ફેરફાર બાદ, મુંબઈમાં છ્‌હ્લ સસ્તું થઈને હવે ૮૭,૪૩૨.૭૮ રૂપિયા પ્રતિ કિલોલીટર પર આવી ગયું છે. જાે આપણે ચાર મહાનગરો પર નજર કરીએ, તો હાલમાં સૌથી સસ્તું ઉડ્ડયન ઇંધણ ફક્ત મુંબઈમાં જ ઉપલબ્ધ છે. કોલકાતામાં એટીએફના દરો ઘટીને ૯૬,૨૯૮.૪૪ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયા છે. ચાર મહાનગરોમાં એટીએફની આ સૌથી વધુ કિંમત છે. જયારે ચેન્નઈમાં છ્‌હ્લ સસ્તું થઈને ૯૭,૦૬૪.૩૨ રૂપિયા પ્રતિ કિલોલીટર પર આવી ગયું છે. ઓઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં જેટ ફ્યુઅલના ભાવની સમીક્ષા કરે છે. કંપનીઓ એવિએશન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં બજાર ભાવની વધઘટના આધારે ઘટાડો અથવા વધારો કરવાનું નક્કી કરે છે. એરલાઈન્સ કંપનીઓનો સૌથી મોટો ખર્ચ ઈંધણ પર થાય છે. જેટ ઈંધણના ભાવમાં વધારાને કારણે એરલાઈન્સ કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે તેમને હવાઈ ભાડું વધારવું પડે છે. જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડા બાદ કંપનીઓને ટિકિટના ભાવ ઘટાડવાની છૂટ મળે છે. એટીએફ દરોમાં ફેરફારની અસર હવાઈ ભાડા પર દેખાઈ શકે છે. આજે થયેલા મોટા ઘટાડા બાદ આગામી દિવસોમાં હવાઈ ભાડામાં ઘટાડો થઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution