કેનેડામાં વસતા ભારતીયો માટે ખુશખબર, સુપર વિઝા અંગે લેવાયો મોટો નિર્ણય


કેનેડાનો સુપર વિઝા 2024 માટેનો ઈનટેક 21 મેથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં કેનેડા 35700 સ્પોન્સર પાસેથી સુપર વિઝાની અરજી મંગાવશે. તેમાંથી લગભગ 20500 લોકોથી વધુના વિઝા મંજૂર થઈ શકે છે. જેનો લાભ કેનેડામાં વસતા ભારતીયો લઈ શકે છે.

કેનેડામાં વસતાં લોકો દ્વારા 2020માં તેમના વાલીઓ અને દાદા-દાદીને કેનેડા મુલાકાત માટે સ્પોન્સર કરતી સુપર વિઝા અરજી પર કામગીરી થશે. જેનો પોઝિટિવ જવાબ મળી શકે છે. આ સિવાય નવી અરજી કરનારા લોકો પણ સુપર વિઝાના આ ઈનટેકનો લાભ લઈ શકે છે.

ઈમિગ્રેશન, રેફ્યુજી, એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) બે સપ્તાહમાં સુપર વિઝા અરજીનો જવાબ આપશે. નવી નોટિફિકેશન અનુસાર, સુપર વિઝા ધરાવનાર મુલાકાતી 5 વર્ષ સુધી સળંગ કેનેડામાં વસવાટ કરી શકશે. ઉલ્લેખનીય છે, આ વિઝા વાલીઓ અને દાદા-દાદીને 10 વર્ષ સુધી મલ્ટીપલ એન્ટ્રીની સુવિધા આપે છે.

સ્પોન્સર કેનેડાની સિટીઝનશિપ, PR, તથા રજિસ્ટર્ડ ઈન્ડિયન હોવા જોઈએ

જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે સગા કે દત્તક લીધેલા બાળકો તેમના માતા-પિતા, દાદા-દાદીને સ્પોન્સર કરી શકે છે.રજિસ્ટર્ડ ઈન્ડિયનને ભારતીય સ્ટેટ્સનું સર્ટિફિકેટ ઉપરાંત વધારાના પુરાવાની જરૂર પડતી નથી.સ્પોન્સર કરનાર વ્યક્તિએ નિર્ધારિત માપદંડોને આધારે નાણાકીય સ્થિરતા ધરાવતો હોવો જોઈએ.

વાલીઓ તથા દાદા-દાદી પાસે સર્ટિફાઈડ પ્રોવાઈડર પાસેથી માન્ય હેલ્થ ઈન્સ્યોરન્સ હોવો જરૂરી છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution