રાજકોટ-
શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે ક્રિષ્નાપાર્ક હોટલની સામે કારખાનાનું ડીસ્કનેકટ વીજ મીટર તાત્કાલીક લગાવી આપવાના બદલામાં વાવડી સબ ડિવિઝનના હેલ્પર રૂા.૨૩ હજારની લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી લેતા વીજ કર્મચારીઓમાં ફ્લાટ મચી જવા પામ્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ ચોકડી નજીક આવેલી ફેક્ટરીના માલીક દ્વારા ડીસ્કનેક્ટ વીજ મીટરને તાત્કાલીક લગાવી દેવા માટે વાવડી સબડીવીઝનના હેલ્પર પરેશ વસંતભાઈ ટીમાણીયા દ્વારા રૂ.૨૩૦૦૦ ની લાંચની માંગણી કરતા કારખાનેદાર દ્વારા લાંચની રકમ આપવી ન હોવાથી લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરવામાં આવતા એસીબી એકમ રાજકોટ ના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયા દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ. ગોંડલ રોડ પર આવેલી ક્રિષ્નાપાર્ક હોટલ સામે ગોઠવેલા છટકામાં વાવડી સબ ડીવીઝનના હેલ્પર પરેશ ટીમાણીના રૂા. ૨૩૦૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ મકાનની અને બેંક એકાઉન્ટની તલાશી લઈ વધુ તપાસ માટે રિમાંડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.