દિલ્લી-
કોરોના કાળમાં સોના-ચાંદીના કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોનાના ભાવમાં ગુરુવારે તેજી જોવા મળી. સોનું 9.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર 175 રૂપિયા તેજી સાથે 47,268 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 784 રૂપિયાની તેજી સાથે 68,570 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર કારોબાર કરી રહી હતી.
ત્યાં સોનાના ભાવમાં બુધવારે 28 એપ્રિલના રોજ ભારે ડાઉનફોલ જોવા મળ્યો હતો. સોનું 1.30 વાગ્યે મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર 318 રૂપિયા ગગડીને 46,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. બીજી બાજુ ચાંદી 989.00 રૂપિયાના ડાઉનફોલ સાથે 67,969 રૂપિયા પ્રતિ કિલો ગ્રામના ભાવ સાથે વેપાર કરી રહી હતી.
સોનું ઉચ્ચતમ સ્તરથી અંદાજે 9200 રૂપિયા સસ્તું થયું:
ગત વર્ષે કોરોનાના સંક્ટના કારણે લોકોએ સોનામાં ભારે રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191ના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકા રિટર્ન આપ્યું હતું. અગર ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરવામાં આવે તો સોનું 25 ટકા તૂટી ચુક્યું છે. સોનું MCX પર 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલેકે, હજુ પણ 9200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.