અમદાવાદ-
આજે પુષ્ય નક્ષત્ર હોવાથી સોનાની ખરેદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સોના-ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થયા કરે છે. જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ભાવમાં ઘટાડો હતો. પરંતુ નવેમ્બર મહિનાના શરૂઆત થી જ સોના-ચાંદીના ભાવમાં તેજીથી વધારો થઇ રહ્યો છે. ગત્ત ત્રણ દિવસોની અંદર સોનાના ભાવમાં રૂપિયા 1500 થી વધુનો વધારો થયો છે. તહેવારોમાં સોનાની ખરેદી વધારે કરતા હોવાથી સોનાની માંગમાં વધારો થયો છે. જેના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. એક્સપર્ટસનું કહેવું છે કે આગામી એક-બે અઠવાડિયા સુધી સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે.
10 ગ્રામ સોનુ લેવા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના વાયદાની કિંમત 185 રૂપિયા એટલે કે 0.36 ટકાની તેજી સાથે 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયુ છે. તેમાં 12975 લોટ માટે કારોબાર કરવામાં આવ્યો.
સોનાની માંગ વધુ હોવાના કારણે સટોડિયાએ તાજા સોદાની લેવાલી કરી. જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
સોના અને ચાંદીના ભાવમાં તેજી
સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. ચાંદીના ભાવમાં રૂપિયા 2147 નો વધારો થયો છે. હાલ ચાંદીની કિંમત 64578 રૂપિયા પ્રતિ કિલો છે. ગત સત્રમાં ચાંદી રૂપિયા 62431 કિલો પર બંધ થઇ હતી.
માર્કેટના વિશ્લેષકોનું કહેવું છે કે, વ્યાપારીઓની તાજા લેવાલીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.