મુંબઇ,તા.૨
સંપૂર્ણ યોગ્ય રીતે અંગત નાણાંકીય બાબતોનું સંચાલન કરવું તે આપણો સતત પ્રયાસ છે. આપણે ઘણી વખત લાંબી કવાયત કરીએ છીએ, ક્યુ રોકાણ અથવા લોન્સ આપણી નજીકની અને લાંબા ગાળાની જરૂરિયાતો સાથે મેળ ખાય છે તેની મુંઝવણ થાય છે. છતા પણ અનેક લોકો અંગત નાણાંકીય સંચાલનના સરળ નિયમોને નજર અંદાજ કરે છે અને ક્રેડિટ કાર્ડના ઋણ અને પર્સોનલ લોન્સમાં અટવાઇ જાય છે એટલું જ નહી ટૂંક ગાળાના ધિરાણ માટે મિત્રો પાસે મદદ માગે છે. પરંતુ આપણાંમાંના ઘણાને જ્યારે વ્હિકલનું કે બિઝનેસ માટે એડવાન્સ ચૂકવવાની વાત હોય કે મિલકતની નોંધણી ફી, વિદેશી યાત્રા અથવા મેડીકલ બીલ્સની વાત આવે ત્યારે સરળમાં સરળ ગોલ્ડ લોન્સ જેવા ધિરાણ વિકલ્પો ધ્યાનમાં આવતા નથી તેવો નિર્દેશ દર્શાવ્યો હતો. ગોલ્ડ લોન ધીમે ધીમે આપણા જીવનમાં જુદા જુદા સમયે થતી વિવિધ જરૂરિયાતોને ધિરાણ કરવાની એક સ્વીકૃત અને સન્માનદાયક રીત બની રહી છે. વાસ્તવમાં, ધિરાણ ભૂખ્યા શહેરી ભારત અને સાધારણ ગ્રામીણ વિસ્તારો પણ તેમના સ્વપ્નાને ધિરાણ કરવા માટે ગોલ્ડનાના આભૂષણો ગિરવે રાખવાનું વિચારી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૩માં ઝ્રૈંમ્ૈંન્ના સર્વે અનુસાર, ગોલ્ડ લોન ઉદ્યોગની એડવાન્સિસ રૂ. ૭.૧૫ લાખ કરોડની છે, જે છેલ્લા ત્રણ વર્ષથી ૧૯ ટકાના ઝ્રછય્ઇથી વૃદ્ધિ પામી છે. તેમ છતાં, આપણે માત્ર ૫,૩૦૦ ટન જ આ વિશાળ કિંમતના સંગ્રાહમાં ગીરવે મુક્યુ છે. ભારતીય અર્થતંત્રની ઉચ્ચ વૃદ્ધિની ગતિ અને અમારી સામાન્ય જીવનશૈલીને સુધારવાની અમારી વધતી જતી આકાંક્ષાને જાેતાં, આપણા વ્યક્તિગત નાણાંનું સંચાલન કરવું એ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં રહેતા દરેક લોકો પાસે અમુક માત્રામાં ગોલ્ડ (સોનુ) હોય છે કેમ કે તેઓ સામૂહિક ૨૭,૦૦૦ જેટલા કિંમતી ધાતુઓ ધરાવે છે જેનું મૂલ્ય ૧.૫-૨ ટ્રિલીયન ડોલરનું થવા જાય છે. આમ છતાં આ પ્રચંડ મિલકત મોટા ભાગના ધરાવનારાઓ માટે નાનુ મૂલ્ય ઉમેરે છે અથવા રાષ્ટ્રમાં મોટે ભાગે ઉત્પાદકીય રીતે ફક્ત ૭% હિસ્સો ધરાવે છે, અલબત્ત ખાસ કરીને તે ધિરાણ સામેની જામીનગીરી તરીકે ઉપયોગમાં લેવાય છે. જ્યારે ઘણા લોકો તેને એક પ્રિય કૌટુંબિક સંપત્તિ તરીકે માને છે, તે અજાયબી તરીકે કામ કરી શકે છે.
ઓછા વ્યાજ દરની દ્રષ્ટિએ તેનો એક મોટો ફાયદો છે; ગોલ્ડ લોન સામાન્ય રીતે ૮-૧૬%ના દરે મળે છે, જ્યારે પર્સોનલ લોન ૧૨% કે તેનાથી વધુના દરે મળે છે. ધિરાણકર્તાઓ ગોલ્ડ લોન માટે ઓછી પ્રોસેસિંગ ફી અને ફોરક્લોઝર ચાર્જ વસૂલે છે, પરંતુ પર્સનલ લોનના કિસ્સામાં આ ઘણી વધારે છે. આથી તમે જે બચત કરો છો તેનો ઉપયોગ અન્ય રોકાણ વિકલ્પો દ્વારા વધુ કમાણી કરવા માટે કરી શકાય છે આમ તમારા વ્યક્તિગત ફાઇનાન્સ મેનેજમેન્ટમાં ઘણું મૂલ્ય ઉમેરાય છે.