રિટર્ન આપવામાં સેન્સેક્સ કરતા સોનું આગળ, ૫ વર્ષમાં આટલા ટકાનો નફો કરાવ્યો


મુંબઈ,તા.૧૬

મોટા ભાગના લોકો એવું માને છે કે, શેર માર્કેટ સોના કરતા વધારે રિટર્ન આપે છે. પરંતુ જાે તમે છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરશો તો ખ્યાલ આવશે કે સારા રિટર્ન માટે ગોલ્ડ બેસ્ટ વિકલ્પ છે.

સોનું અને શેર બજાર આ બંને ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ પ્રચલિત છે. જેમાં શેર બજારને રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે તો ગોલ્ડને સેફ ઇન્વેસ્ટમેન્ટ મનાવવામાં આવે છે. આ વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીએ જાેરદાર રિટર્ન આપ્યું છે. જેમાં સેન્સેક્સે ૨૫ ટકા રિટર્ન તો નિફ્ટીએ ૨૯ ટકા રિટર્ન આપ્યુ છે. પરંતુ જાે તમે છેલ્લા ૫ વર્ષના આંકડા જાેવો તો તમને ખ્યાલ આવશે કે ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે, સોનાએ છેલ્લા પાંચ વર્ષમાં ૧૨૪.૦૩ ટકા રિટર્ન આપ્યું છે તો સેન્સેક્સ ૧૦૦ ટકા પણ નથી આપી શક્યું.

સોના અને સેન્સેક્સની જાે તુલના કરવી હોય તો, આજથી એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલાં સેન્સેક્સ ૩૭,૧૧૪.૮૮ પોઇન્ટ પર હતો. અને અત્યારે ૭૩,૧૦૪.૬૧ પોઇન્ટ પર છે. તમે ત્યારે એટલે કે મે ૨૦૧૯માં ૧ લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હોત તો તમને ૧.૯૬ લાખ રૂપિયા રિટર્ન મળ્યા હોત તેમ કહી શકાય.

તો બીજી તરફ આજથી એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલાં સોનાનો ભાવ ૩૨,૨૬૧ રૂપિયા હતો. જાે તમે ત્યારે સોનામાં ૧ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત તો અત્યારે સોનાનો ભાવ ૭૨,૨૭૫ રૂપિયાએ પોહચ્યો છે તે પ્રમાણે તમને એક લાખના ૧૨૪.૦૩ ટકાના વધારા સાથે ૨.૨૪ લાખ રિટર્ન મળ્યા હોત.

ઉલ્લેખનીય છે કે, સોનામાં પૈસા રોકાણ કરવાને ખૂબ સેફ માનવામાં આવે છે. જ્યારે વિશ્વમાં કોઈ આફત આવે ત્યારે મોટા ઇન્વેસ્ટરો સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે. અને શાંતિના માહોલમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. આ મોટા ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયો લાખો - કરોડોમાં હોય છે. તેમને માર્કેટ મૂવર્સ પણ કેહવાય છે. આ લોકોના પૈસા જ્યારે શેર માર્કેટમાં આવે ત્યારે સારું રિટર્ન મળે છે અને જ્યારે આ લોકો સોનામાં ઇન્વેસ્ટ કરે ત્યારે સોનાનો ભાવ વધે છે.

જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયા ભરના શેર બજાર ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે શેર માર્કેટ ડાઉન થઈ રહ્યું હતું ત્યારે ગોલ્ડ પ્રાઈઝ વધી રહી હતી. કેમ કે, માર્કેટમાંથી પૈસા કાઢી ઇન્વેસ્ટરોએ ગોલ્ડમાં રોક્યા હતા. ત્યાર બાદ આવેલા રશિયા યુક્રેન વોરના કારણે પણ ઇન્વેસ્ટરોએ ગોલ્ડમાં પૈસા રોક્યા હતા જેથી સોનાનો ભાવ વધ્યો હતો.

જાે છસ્હ્લૈંના આંકડાની વાત કરવી હોય તો, ગોલ્ડ ઈ્‌હ્લનું એસેટ અંડર મેનેજમેન્ટ ૨૦૨૩ના એપ્રિલમાં ૨૨,૯૦૯.૩૮ કરોડ રૂપિયા હતું જે એક વર્ષમાં ૪૩ ટકા વધીને એપ્રિલ ૨૦૨૪માં ૩૨,૮૫૫.૪૧ કરોડે પોંહચ્યુ છે. આ આંકડા કહી રહ્યા છે કે લોકો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરી રહ્યા છે. જેમાં ગોલ્ડ ફિઝિકલ સ્વરૂપમાં નથી ખરીદવામાં આવતું પરંતુ ડિમેટ એકાઉન્ટ મારફતે ઈ્‌હ્લ ગોલ્ડ ખરીદવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution